(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૧
Morbi સીટી એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસે ત્રણ સ્થળોએ રેડ કરી હતી તેમજ વાંકાનેર સીટી પોલીસે ત્રણ સ્થળોએ રેડ કરી કુલ છ સ્થળોએથી તીનપત્તી- વરલી જુગાર રમતા મહિલાઓ સહીત ૨૭ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ કબજે લીધા છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ માણેક સોસાયટી ૨ બાપા સીતારામ ચોક બાજુમાં રહેતા આરોપી ગીરઝાબેન મનસુખભાઈ પોપટના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા ગીરઝાબેન મનસુખભાઈ પોપટ, નીરૂબેન બાબુભાઈ મકવાણા, પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઈ ગૌસ્વામી, લીલાબેન ઉર્ફે લતાબેન ગોવિંદભાઈ હરસધીયા, મનીષાબેન ઇન્દુલાલ કાનાણી, ભાવનાબા ભરતસિંહ જાડેજા, હેતલબેન ભુપેન્દ્રભાઈ સિદ્ધપુરા, જોશ્નાબેન દશરથભાઈ સાવરીયા, અંજુબા ભરતસિંહ ઝાલા, સંગીતાબેન રમેશભાઈ કાસુન્દ્રા અને જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા એમ ૧૧ ને ઝડપી લઈને રોકડ રૂ ૩૯,૧૦૦ જપ્ત કરી છે
સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે જુના બસ સ્ટેન્ડ પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ઉસ્માન બાદનમિયા કાદરી, કાસમ બશીર ભટ્ટી, એજાજ સીદીક કાસમાણી, આસિફ યુસુફ કચ્છી, મુનાફ રહીમ જુંનાણી, મોષીણ રહીમ દલ અને હૈદર ઉર્ફે અકરમ રહે બધા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૪૪૫૦ જપ્ત કરી છે મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા ફૂલછાબ કોલોનીમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સાહિલ કરીમ નાથાણી, ઈરફાન રહીમ સુમરા અને હરેશ અમરશી સુરેલા રહે ત્રણેય વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૫૧૦૦ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસે પ્રથમ રેડ નવાપરા સામે આશીર્વાદ પેટ્રોલ પંપ પાસે કરી હતી જાહેરમાં આરોપી સકીલ અયુબ મન્સૂરી અને ક્રિપાલસિંહ બાબુભ દરબાર બંને વરલી આંકડા લખી જુગાર રમતા મળી આવ્યા હતા પોલીસે રોકડ રૂ ૩૦૦ અને મોબાઈલ સહીત કુલ રૂ ૩૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે બીજી રેડ ગ્રીન ચોક પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા સંદીપ રમણીકભાઈ માણેક અને જુનેદ યાકુબ ભટ્ટી એમ બે ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૪૫૦ અને મોબાઈલ સહીત કુલ રૂ ૪૪૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે ત્રીજી રેડ ગ્રીન ચોક પાસે કરી હતી જાહેરમાં વરલી જુગાર રમત માહિર એહમદ મુસ્તાક હેરંજા અને મુસ્તાક બિસ્મીલાખાન પઠાણ એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૪૦૦ અને મોબાઈલ સહીત કુલ રૂ ૨૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

