Morbi,તા.14
જુના ફડસર ગામમાં આવેલ ખંઢેર જગ્યામાં રેડ કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૯૧ બોટલ કીમત રૂ 3.૯૭ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફડસર ગામે રહેતો આરોપી જયેશ વજાભાઇ બાળા નામનો ઇસમ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી જુના ફડસર ગામમાં આવેલ કાળ ભૈરવ મંદિર પાછળ ખંડેર જગ્યામાં રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ખંઢેર જગ્યામાંથી ઓલ સીઝન વ્હીસ્કી નંગ ૨૨૦, રોયલ ચેલેન્જર્સ રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ ૬૩ અને ૮ પીએમ બોટલ નંગ ૮ મળીને કુલ બોટલ નંગ ૨૯૧ કીમત રૂ ૩,૯૭,૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી જયેશ વજાભાઇ બાળા હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે