Jamnagar,તા ૧૫
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આશાપુરા સોસાયટીમાં રહેતા વિનોદ દામજીભાઈ મંગે કે જેની સામે ચેક રીટર્ન અંગેની ફરિયાદ નોંધાવાઇ હતી, અને તેમાં તેને સજા પડી હતી. પરંતુ આરોપી અદાલત સમક્ષ હાજર થયો ન હતો, અને નાસ્તો ફરતો રહ્યો હતો.
જેથી તેની સામે અદાલતે પક્કડ વોરંટ ઇસ્યુ કર્યું હતું, દરમિયાન જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે આરોપી વિનોદ મંગેને ઝડપી લીધો હતો, અને અદાલત સમક્ષ રજૂ કર્યા પછી તેને જેલમાં ધકેલી દેવાયો છે. આ ઉપરાંત દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા રામશીભાઈ પરબતભાઈ કંડોરીયા તેમજ નવી જેલ પાસે રહેતા જીતેન્દ્ર લક્ષ્મણભાઈ પુરબીયા કે જે બંને સામે પણ ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી, અને બંનેને તેમાં સજા પડી છે.
જે આરોપીઓ ફરારી રહ્યા હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા, અને અદાલત સમક્ષ રજૂ કર્યા બાદ તેને જેલ હવાલે કરી દેવાયા છે.