Morbi, તા.1
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક પાસેથી 3 બોટલ સાથે એક અને વાંકાનેરના માટેલ ગામ પાસેથી 10 બોટલ દારૂ સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે અને બંને રેડના સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક શેરી નં-3 પાસેથી પસાર થઈ રહેલા શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી.
જેથી પોલીસે 1372 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે દશરથસિંહ ઉર્ફે દશુભા વનરાજસિંહ ઝાલા (23) રહે. માધાપર શેરી નં- 22 ની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના માટેલ ગામની સીમથી જુના પલાસ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ આશ્રમ શાળા નજીકથી દારૂની 10 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે 13,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી આરોપી મહેશ ઉર્ફે મસો ટીડાભાઇ ધેણોજા (30) રહે. માટેલ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

