ભયાનક અકસ્માત સર્જી બોલેરો કાર ચાલક ફરાર : શોધખોળ
Dabhoi,તા.26
ગુજરાતમાં વધુ એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે, રાજ્યના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.જેમાં બોલેરો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 3 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જીને બોલેરો ચાલક ફરાર થયો હતો.
ત્રણ પૈકી એક વ્યક્તિ પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યુંમળતા અહેવાલ પ્રમાણે લગ્ન પ્રસંગ અર્થે ક્વાંટ ગયા હતા. ત્રણ પૈકી એક વ્યક્તિ પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યું છે. સુરેશ નેરસિંગ રાઠવા તેમજ હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. મૃતક મુકેશ સનાભાઇ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે કાર્યરત હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ બોલેરો ચાલકની શોધખોળ માટે તજવીજ હાથ ધરાઇ છે