Amreli, તા. 01
અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં સૌથી વધુ ઉંચાઈ ધરાવતાં ખોડિયાર જળાશયમાં ગીર વિસ્તારમાં 4 ઈંચ જેટલો અનરાધાર વરસાદ વરસતા નવાનીરની ભરપુર આવક થતાં જળાશયનાં 3 દરવાજા દોઢ-દોઢ ફુટ ખોલીને શેત્રુજી નદીમાં પાણી છોડાતા પાણીનો ઘસમસતા પ્રવાહ અનેક ગામોનાં વિસ્તારમાંથી શેત્રુજી જળાશય સુધી પહોંચતો થયો હતો.
અમરેલી તેમજ ઉપરવાસનાં વિસ્તારમાં રવિવારે રજાનાં દિવસે મેઘરાજાએ સટાસટી બાોલવતાં ગણતરીની કલાકોમાં જ શહેરનાં પાદરમાં આવેલ ઠેબી જળાશય છલોછલ થતાં તેનો દરવાજો ખોલાતા નિચાણમાં કામનાથ મંદિર નજીક બનાવાયેલ કામનાથ જળાશય પણ પાણીથી છલોછલો થતાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું.
અમરેલી શહેરમાં પાલિકા ઘ્વારા દર 3-4 દિવસે પીવાનું પાણી વિતરણ વ્યવસ્થાની ઉણપનાં કારણે મળી રહૃાું છે. પરંતુ મેઘરાજા મન મુકીને છેલ્લા 10વર્ષથી વરસાદ પાણી આપતાં હોય છે. જો કે શહેરનો મોટો ઠેબી જળાશય અને ચેકડેમ ગણાતો કામનાથ જળાશય પાણીથી છલોછલ થતાં સમગ્ર પંથકનાં ભૂગર્ભજળ ઉંચા આવી જવાથી પાણીની સમસ્યા આગામી એક વર્ષ સુધી જોવા મળશે નહી.
બંને જળાશય ઓવરફલો થતાં નિચાણવાળા ફતેપુર, ચાંપાથળ સહિતનાં ગ્રામજનોને નદીનાં પટ્ટમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રાત્રિના પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી.
ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તાર ડેડાણ જામકા તાતણીયા પીપળવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે માહોલ જામ્યો હતો ત્યારે ખાંભાનું જીવા દોરી સમાન ગણાતો મોભનેસ ડેમ આખા ચોમાસાની સિઝનમાં પ્રથમ ભરાયો હતો અને ઓવરફલો થતા ખાંભાની હાડસમાં ગણાતી ધાતવડી નદીમાં આખા ચોમાસાની સિઝનના પ્રથમ વાર જ નવા નીર આવક થઈ હતી.