મહુવાના ભાદ્રોડ ખાતે મઢી વિસ્તારમાં રહેતો મનુ સામતભાઈ બારૈયા, નીતિન મનુભાઈ બારૈયા અને રમેશ સામતભાઈ બારૈયા નામના શખ્સોએ ગત તા.૩-૬-૨૦૨૦ના રોજ અમર દેવંગી નિધિ લિ.-મહુવા પાસેથી ટર્મ બે-બે લાખ રૂપિયાનું લોન ધિરાણ મેળવ્યા બાદ ફાઈનાન્સ કંપનીની લેણી પડતી લોનની રકમના હપ્તા ભર્યા ન હતા. જેથી બાકી લોનની લેણી રકમની ઉઘરાણી કરતા ગત તા.૨૭-૧૦-૨૦૨૧ના રોજ મનુ બારૈયાએ રૂા.૨,૨૭,૯૦૦ અને અને રમેશ બારૈયાએ રૂા.૨,૨૭,૯૦૦ તેમજ નીતિન બારૈયાએ રૂા.૨,૨૬,૫૭૦નો એક્સીસ બેન્ક-મહુવા શાખાના ચેક આપ્યા હતા. જે ચેક બેન્કમાંથી પરત ફરતા ફાઈનાન્સ કંપની દ્વારા તેમના વકીલ મારફત મહુવાના એડી. જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ અલગ-અલગ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગેની ગઈકાલે ગુરૂવારે સુનવણી હાથ ધરાતા ન્યાયમૂર્તિ વી.એચ. તેરૈયાએ ત્રણેય શખ્સને તકસીરવાન ઠેરવી એક-એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની દોઢી રકમ વળતર પેટે ચૂકવી આપવા અને જો રકમ ન ચૂકવે તો વધુ બે-બે માસ સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
Trending
- Govinda એ તેની પત્નિને કારણે બે હાથ જોડીને માફી માંગી
- Amitabh Bachchan થી લઈને વિરાટ કોહલીએ વિજેતા મહિલા ટીમને આપ્યા અભિનંદન
- SRK ની આગામી ફિલ્મ ‘કિંગ’ નો ફર્સ્ટ લુક જાહેર
- 60 મો જન્મદિવસ ઉજવવા માટે Salman `ફીટ’
- Shah Rukh Khan સલમાન ખાનને `બેસ્ટ ભાઈ’ ગણાવ્યો
- Rajkot : DCB એ જાહેર કરેલ નંબરની અસર : લોકો નિડર બન્યા
- Rajkot : રાતે 11 ના ટકોરે ન્યુસન્સ પોઇન્ટ બંધ થવા લાગ્યાં : સુરક્ષાનો માહોલ
- Rajkot : કાલથી કોંગ્રેસની ‘કિસાન આક્રોશ યાત્રા’નું સોમનાથથી પ્રસ્થાન

