Internet Speed: વર્તમાન સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે અને તેના જ કારણ છે કે દરેકના હાથમાં ફોન જોવા મળે છે. સ્માર્ટફોન પર ફક્ત એક ક્લિકથી આખી દુનિયાની માહિતી મેળવી શકાય છે, પરંતુ તેના માટે ફોનમાં Internet Speed-Internet Connection હોવું જરૂરી છે. બજારમાં 3G, 4G અથવા 5G સપોર્ટ ધરાવતા ફોન પણ ઉપલબ્ધ છે, જે વપરાશકર્તાઓ માટે Data કનેક્શનની મજા ત્રણગણી વધી ગઈ છે. Social Media અને અન્ય Online Appsનો ઉપયોગ કરવા માટે સારા Internet Speed-નેટવર્ક સપોર્ટવાળો ફોન હોવુ જરૂરી છે, પરંતુ જ્યારે ફોનમાં Internet Slow હોય અથવા યોગ્ય રીતે કામ ન કરે ત્યારે સમસ્યાનો સામનો કરવો પડે છે.
જો તમારા Mobileનો DATA ઝડપથી ખતમ થઈ જાય અથવા Internet Speed ધીમી થઈ ગઈ હોય તો, ચિંતા કરવાને બદલે, તમે ફોનની કેટલીક ટ્રિક્સ અપનાવી શકો છો. આજે અમે તમને એવી 3 યુક્તિઓ જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ સ્પીડ વધારી શકો છો.
અત્યારે દરેક વ્યક્તિ કોઈ પણ વસ્તુ મેળવવા માટે ખૂબ જ ઉતાવળ હોય છે. ત્યાં સુધી કે લોકો પણ High Speed Internet Speedનો મોહ રાખતા હોય છે. જેના માટે તેઓ ફોનથી લઈને રિચાર્જ પ્લાન પણ 5G ડેટા સાથે ખરીદવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે 5G ડેટા મોડ Internet Speed વધારે છે, પરંતુ ડેટા ઝડપથી ખતમ થઈ શકે છે. તેથી, જો જરૂરી ન હોય, તો ફોન સેટિંગ્સમાં જાઓ અને તેને ઓટોમેટિક મોડ અથવા 4G મોડ પર સેટ કરી દો. આમ કરવાથી ફોનનું Internet Speed યોગ્ય ગતિએ ચાલશે અને ડેટા ઝડપથી ખતમ નહીં થાય.
ફોનમાં ડેટા બચાવવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ Data Saver Mod છે. તેને On કરીને તમે બિનજરૂરી રીતે ઉપયોગમાં ન લેવાતો DATA બચાવી શકો છો. DATA Mode ચાલુ રાખવાથી બેકગ્રાઉન્ડમાં ચાલતી બિનજરૂરી Apps અથવા Activity બંધ થઈ જાય છે.
Mobile Settingsમાં Appsના Auto Update વિકલ્પને બંધ કરી દો. જ્યારે આ ફીચર ON રાખવાથી Apps તમારી પરવાનગી વિના જ અપડેટ થતી રહે છે અને આ માટે Mobileના DATAનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં Internet Speed ધીમી થઈ જાય છે. તેથી Apps Update કરવા માટે, Auto-Update બંધ કરો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે WiFi ની મદદથી Mobile અથવા Apps Update કરો.