Morbi,તા.09
મોરબી જીલ્લામાં શ્રાવણ માસમાં ભક્તિ કરવાને બદલે લોકો જુગાર રમી રહ્યા છે ઠેર ઠેર જુગાર રમાઈ રહ્યો છે તો પોલીસ ટીમો પણ રેડ કરી જુગારીઓને કાયદાનું ભાન કરાવી રહી છે જીલ્લામાં છ સ્થળે રેડ કરી પોલીસ ટીમોએ ૩૦ જુગારીઓને ઝડપી લીધા છે
પ્રથમ રેડ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કબીર ટેકરી મેઈન રોડ પર રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા કમલેશ ચંદુભાઈ સુરેલા, વિપુલ મોહનભાઈ માનસૂરીયા, લાલજી શંકર કગથરા અને કરણ રમેશભાઈ અગેચણીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૨૭૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બીજી રેડમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ સતનામ સોસાયટી કેસરી હાઈટ્સમાં રહેતા આરોપી ભાવિક નરભેરામભાઈ વરસડાના મકાનમાં રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા ભાવિક નરભેરામભાઈ વરસડા,મીનાબેન નરભેરામભાઈ વરસડા, નિમિશ ભગવાનજીભાઈ હોથી, સુમનભાઈ કાંતિભાઈ માકાસણા, પ્રીયંકાબેન અનિલભાઈ ફેફર અને મયુરીબેન યોગેશભાઈ અમૃતિયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૪૨,૧૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્રીજી રેડમાં મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે આલાપ રોડ સિલ્વર ગૂડ એપાર્ટમેન્ટ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ભાવેશ ઉર્ફે ભાવિક પ્રવીણ કાસુન્દ્રા, જયેશ ઉર્ફે જયસુખ બાલુભાઈ કૈલા, વિવેક અમૃતલાલ ફૂલતરીયા અને રમેશ મોહનભાઈ માલકીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૪૧,૯૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ચોથી રેડમાં ટંકારા પોલીસ ટીમે છતર ગામે દેવીપુજકવાસમાં રેડ કરી હતી લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સંજય હકાભાઇ ટોળિયા, મનોજ હકાભાઇ ટોળિયા, મનુભાઈ લધુભાઈ ટોળિયા અને હિતેશ હકાભાઇ ટોળિયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૫,૪૦૦ જપ્ત કરી છે
પાંચમી રેડમાં ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હરબટીયાળી ગામે નવા પ્લોટ વિસ્તારમાં વોકળા કાંઠે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અરવિંદ ધનજીભાઈ મુછ્ડીયા, અજીત ટપુભાઈ નમેરા, કલ્પેશ બળવંતભાઈ મોરાડીયા, નઝીર ઈસાભાઈ ઠેબેપોત્રા, હરપાલ મંગાભાઈ સોલંકી, યોગેશ પ્રવીણભાઈ જોગેલ અને અનીસ ઈસ્માઈલ ઠેબેપોત્રા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૪૫,૩૫૦ જપ્ત કરી છે છઠ્ઠી રેડ મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે લીલાપર ગામે છેલ્લી શેરીમાં રેડ કરી હતી જાહેર ચોકમાં જુગાર રમતા સંજય નાગજીભાઈ દેગામાં, મુન્ના વાલાભાઈ ખરગીયા, વિજય કાંતિભાઈ વડેચા, ઉમેદભા મનુભા બાવડા અને દેવરાજ બાબુભાઈ છુછીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧,૫૧,૮૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે