Dhoraji , તા. ર0
ઝાંઝમેરના ખેડુત અગ્રણી દામજીભાઇ દેવરાજભાઇ ખાનપરાનું અવસાન થતા તેમની ડેડબોડી પીએમ માટે આવતા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીએ સ્વ. દામજીભાઇના સ્વજનોને ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા પરિવારજનોએ સહમતી આપતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો.શ્યામ જાગાણી અને મેડીકલ ટીમના સચિન સોંદરવા, નીતીન ચુડાસમા અને સંજયભાઇ સહિતનાઓએ પોતાની સેવાઓ બજાવી હતી.
આ તકે અર્જુનભાઇ ખાનપરા, ભાવેશભાઇ ખાનપરા, સુરેશભાઇ ખાનપરા, પિન્ટુભાઇ ખાનપરા, મયુરભાઇ ખાનપરા, અમીતભાઇ ખાનપરા, યોગેશભાઇ ખાનપરા, ભાવેશભાઇ લીલાવાળા સહિતના હાજર રહેલ હતા.
આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ ખાનપરા પરીવારની સેવાઓને બીરદાવી સ્વ. દામજીભાઇને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.
ધોરાજી વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન, અંગદાન અને સ્ક્રીન ડોનેશન માટે 98987 01774-98987 15775 અને સરકારી હોસ્પિટલ ધોરાજીના ફોન નં. 02824-220139 પર સંપર્ક કરવા જણાવાયું છે. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને આ 3પ3મું ચક્ષુદાન મળેલ છે.