Morbi.તા.30
ઘૂટું ગામની સીમમાં આવેલ સિરામિકની ઓરડીમાંથી પોલીસે દારૂની ૩૬ બોટલનો જથ્થો જપ્ત કર્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે ઘૂટું ગામની સીમમાં રેસા સિરામિકમાં મજુરની ઓરડીમાં રેડ કરી હતી જ્યાં આરોપી નથુ નાગર રાઠોડે પોતાની ઓરડીમાં રાખેલ દારૂની ૩૬ બોટલ કીમત રૂ ૪૬,૮૦૦ નો જથ્થો મળી આવતા કબજે લીધો હતો રેડ દરમિયાન આરોપી નથુ રાઠોડ હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે