New Delhi,તા.11
હરિયાણામાં ઝજ્જર પાસે સવારે ૪.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના આંચકા ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતાં.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર દિલ્હીથી ૫૧ કિમી પશ્ચિમમાં અને ઝજ્જરથી ૩ કિમી ઉત્તર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી નીચે હતું. ભૂકંપ સવારે ૯.૦૪ વાગ્યે આવ્યો હતો. ઝજ્જર ઉપરાંત રોહતક, ગુરુગ્રામ, પાણીપત, હિસાર અને મેરઠમાં પણ અનુભવાયા હતાં. ઝજ્જારની એક વૃદ્ધ શખ્સે જણાવ્યું હતું કે આ એક શક્તિશાળી આંચકો હતો. મારા મત મુજબ મારા જીવનમાં ભૂકંપનો આટલો શક્તિશાળી આંચકો મેં પ્રથમ વખત અનુભવ્યો હતો.