Nepal તા.17
ગુરુવારે નેપાળના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પશ્ચિમ નેપાળના સુદુરપશ્ચિમ પ્રાંતમાં 4.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તાત્કાલિક કોઈ નુકસાનના અહેવાલ નથી.
રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનો આંચકો સવારે 1ઃ08 વાગ્યે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બજંગ જિલ્લાના દંતોલા વિસ્તારમાં હતું.
બજાંગ જિલ્લો કાઠમંડુથી લગભગ 475 કિમી પશ્ચિમમાં આવેલો છે. ભૂકંપના આંચકા પડોશી જિલ્લાઓ બાજુરા, બૈતાડી અને દાર્ચુલામાં પણ અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે.
તાત્કાલિક કોઈ નુકસાનના અહેવાલ નથી. નેપાળ સૌથી સક્રિય ટેક્ટોનિક ઝોનમાં આવેલું છે, જે તેને ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. દર વર્ષે અહીં અનેક ભૂકંપ આવે છે.