Junagadh, તા. ૧૭
માળીયા હાટીના તાલુકાના કડાયા ગામે મહિલા મેલી વિદ્યા કરે છે, જે બાબતનું મન દુઃખ રાખી, એક પરિવારના ૪ સભ્યોએ મહિલા સાથે ઝઘડો કરી, ઢીકા પાટુનો મુંઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
માળીયા હાટીના તાલુકાના કડાયા ગામે રહેતા વિશાલભાઇ કાનજીભાઇ, કાનજીભાઇ મેઘાભાઇ, મહેશભાઇ મેઘાભાઇ તથા ભાનુબેન કાનજીભાઇ એ તેના જ ગામના ફરિયાદી હિનાબેન ડાયાભાઇ મકવાણા (ઉ.વ.૪૫) તેઓની ઉપર મેલી વિધ્યા કરે છે, જે બાબતનું મનદુઃખ રાખી, હિનાબેનને બોલાવી તેણી સાથે બોલાચાલી ઝઘડો કરી, તેમજ શરીરે ઢીકા પાટુનો મુંઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હિનાબેન ડાયાભાઇ મકવાણા એ વિશાલભાઇ કાનજીભાઇ સહિત ૪ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.