આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ બોટાદની રાંગણી શેરીમાં રહેતા કિશોરભાઈ વિનુભાઈ જ્યાપરાના લગ્ન ત્રણ વર્ષ પહેલા બોટાદમાં રહેતા ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળાની દીકરી ઉર્વશીબેન સાથે થયા હતા. અને તેમને સંતાનમાં દોઢ વર્ષની દીકરી જેન્સી છે.આજથી દોઢ મહિના પહેલા ઉર્વશીબેન તેમની દીકરીને લઈને તેમના પિયર રીસામણે ગયા હોવાથી કિશોરભાઈ તેમની દીકરીને રમાડવા માટે તેમના સસરાના ઘરે ગયા ત્યારે તેમના પત્ની ઉર્વશીબેન,સસરા ધર્મેન્દ્રભાઈ,સાસુ ખુશીબેન અને સાળા હાદકે કિશોરભાઈ પર છરી વડે હુમલો કરી મોત નીપજાવી દીધું હતું.આ બનાવના પગલે બોટાદ પોલીસે સસરા ધર્મેન્દ્ર હર્ષદભાઈ વાળા,સાસુ ખુશીબેન ધર્મેન્દ્રભાઈ વાળા,પત્ની ઉર્વશીબેન અને સાળા હાદક ધર્મેન્દ્રભાઈ વાળાની ધરપકડ કરી ચારેયને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું બોટાદ પોલીસ મથકના પીઆઇ ખરાડીએ જણાવ્યું હતું.
Trending
- Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન
- Surat માં નકલી મસાલાનો કારસો, એવરેસ્ટ અને મેગી સામે કોર્ટમાં કેસ
- Sumul Dairy માં શાંત થવાનું નામ લેતો નથી વિવાદઃ ચાર ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા
- ફી નિયમન બિલને લઈને બુધવારે Delhi Assembly માં ભારે હોબાળો થયો
- Washington ડીસીમાં પાકિસ્તાન દૂતાવાસ બહાર પીટીઆઈ સમર્થકોએ પ્રદર્શન કર્યું,
- USAના ઉત્તરી એરિઝોનામાં વિમાન દુર્ઘટના, વિમાન દુર્ઘટનામાં ૪ લોકોના મોત