વાઘા બકરી ચાની ડુપ્લીકેટ ચા આપા ગીગા પ્રોવિઝન સ્ટોરમાં વહેંચાતી હતી
Junagadh તા. ૩૧
જુનાગઢ માંથી એક બ્રાન્ડેડ કંપનીની નકલી ચાનો મોટો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે. આ મામલે પોલીસે અસલી ને બદલે નકલી ચા વેચનાર વેપારીની ધરપકડ કરી, આરોપીની વધુ પૂછપરછ જારી કરવામાં આવી છે.
જુનાગઢના સુખનાથ ચોકમાં વાઘ બકરી ચાની ડુપ્લીકેટ ચા આપાગીગા પ્રોવિઝન સ્ટોરમાં વહેંચાતી હોવાની વાઘ બકરી ચા ના અમદાવાદ ખાતેના એક ઓથેરાઈઝ અધિકારી એ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી માહિતી આપતા ગઈ રાત્રિના જુનાગઢ એ ડિવિઝન પોલીસ ટીમે ચાની કંપનીના ઓથેરાઈઝ અધિકારીને સાથે રાખી હેક્ટર વાલી જગ્યા આપાગીગા પ્રોવિઝન સ્ટોર ખાતે દરોડો પડાવતા, આ પ્રોવિઝન સ્ટોરમાંથી રૂ. ૨૫ હજારની કિંમતનો ૪૧૭ કિલો નકલી ચાનો જથ્થો મળી આવતા, પોલીસે મુદામાલ કબજે લઈ, વાઘ બકરી ચાની ડુપ્લિકેટ ચા વેચતા આપાગીગા પ્રોવિઝન સ્ટોરના માલિક દિપક ભગવાનદાસ લાલવાણી રહેવાસી ગિરિરાજ સોસાયટી વાળાની અટક કરી, વાઘ બકરી ચાના અધિકારી જયનમ રજનીકાંત શાહની ફરિયાદ લઈ, વેપારી દીપક ભગવાનજી લાલવાણી સામે ગુનો નોંધી, આ આરોપીએ નકલી ચા ક્યાંથી મેળવી ? કેટલી વેચી ? તે સાથે આ પ્રોવિઝન સ્ટોરમાં અન્ય કેટલી નકલી વસ્તુ ઓ વેચાઈ રહી છે ? તે અંગેની તપાસ અને પૂછપરછ આદરી છે.