Morbi,તા.21
દારૂનો જથ્થો અને કાર સહીત ૧૨.૯૯ લાખનો મુદામાલ કબજે લીધો
મોરબીના દલવાડી સર્કલ પાસેથી કારમાં દારૂનો જથ્થો લઇ જતા ઈસમને ઝડપી લઈને પોલીસે કારમાંથી દારૂની ૪૩૨ બોટલનો જથ્થો અને કાર-મોબાઈલ સહીત કુલ રૂ ૧૨.૯૯ લાખનો મુદામાલ જપ્ત કરી કાર ચાલકને ઝડપી લીધો છે અન્ય બે ઈસમોના નામ ખુલ્યા છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ક્રેટા કાર જીજે ૧૨ ડીએ ૮૭૧૬ વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી રવિરાજ ચોકડીથી નીકળી રાજકોટ જવાની છે જે બાતમીને પગલે કંડલા બાયપાસ રોડ પર વોચ ગોઠવી હતી અને કાર દલવાડી સર્કલ પાસે અમી પેલેસ એપાર્ટમેન્ટ નજીકથી ઝડપી લીધી હતી જે કારની તલાશી લેતા કારમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૪૩૨ કીમત રૂ ૨,૯૪,૯૪૮ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો, કાર કીમત રૂ ૧૦ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૧૨,૯૯,૯૪૮ નો મુદામાલ જપ્ત કર્યો છે
એલસીબી ટીમે આરોપી કાર ચાલક રામારામ મેઘારામ તરડ રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી ટીકુભાઇ રહે ગાંધીધામ અને માલ મંગાવનારના નામો ખુલતા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં મુદામાલ સોપી ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે