Jamnagar તા.૫
જામનગર મહાનગર પાલિકા દ્વારા ગઈકાલ ૪/૭/૨૦/૨૫ ના ટાઉન હોલ માં કુલ ૧૦૭ દુકાનોનો હરરાજી કરવામાં આવી હતી.જેમાં કુલ ૪૪ દુકાનો નું વેચાણ થયું હતું. જેથી મહાનગર પાલિકા ની રૂ.૬ કરોડ ૨૫ લાખ ની આવક થવા પામશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ચાર આવાસ માં બનાવાયેલ ૧૦૭ દુકાનો ના.વેચાણ માટે ગઈકાલે સવારે ટાઉનહોલમાં જાહેર હરાજી રાખવામાં આવી હતી. આ કામગીરી સવારે નવ વાગ્યા થી સાંજના આઠ વાગ્યા સુધી ચાલુ રહેવા પામી હતી.
દુકાનોની જાહેર હરરાજી જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી. એન. મોદી ના આદેશ અનુસાર સ્લમ શાખા દ્વારા કરવામા આવી હતી. જેમા ૭૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો.અને બેડી આવાસ મા ૩ , એમ.પી.શાહ ઉધોગનગર આવાસ મા ૧ અને ગોલ્ડન સીટી પાસે ના ૫૪૪ આવાસ મા ગ્રાઉન્ડ ફ્લોરમાં મા ૨૩ અને પ્રથમ માળે ૧૭ મળી કુલ ૪૪ દુકાનો ની જાહેર હરરાજી થી વેચાણ થયું છે. જેથી જામનગર મહાનગરપાલિકા ને રૂ .૬ કરોડ ૨૫ લાખ ૨૮ હજાર ની આવક બે માસ મા થશે .
આ જાહેર હરરાજી મા નાયબ કમિશનર ડી. એ. ઝાલા , આસી.કમિશનર બી.એન .જાની, કા.ઈ. હિતેશભાઈ પાઠક ઉપસ્થિત રહયા હતા. સમગ્ર જાહેર હરરાજી નું આયોજન અને સંચાલન સ્લમ શાખા ના નાયબ ઈજનેર અશોક જોશી અને ટીમ દ્વારા કરવામા આવ્યું હતું. આ જાહેર હરરાજી દરમિયાન સ્લમ અપગ્રેડેશન સમિતિ ના ચેરમેન જયેન્દ્રસિંહ ઝાલા અને ટેન્ડર સમિતિ વતી મ્યુનિ.સભ્ય કિશનભાઈ માડમે પણ મુલાકાત લઈ ને સ્લમ ટીમ નો ઉત્સાહ વધાર્યો.હતો. હવે બાકી રહેલ દુકાનો ની જાહેર હરરાજી પણ ટુંક સમયમાં કરવામા આવશે.