Jamnagar તા 22
જામનગર માં એક રીક્ષા માંથી પોલીસે પૂર્વ બાતમી ના આધારે ૪૫ નંગ દારૂ ની બોટલ ના જથ્થા સાથે રિક્ષા કબ્જે કરી એક આરોપી ઝડપી લીધો હતો.જ્યારે દારૂ ના એ કેસ માં અન્ય એક શખસ ની સંડોવણી ખુલતાં તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
જામનગર માં ઇંદ્રીશપીર ની દરગાહ પાસે થી એક નંબર વગર ની રિક્ષા માંથી રૂ.૩૨ ,૭૦૦.ની કિમત ની ૪૫ નંગ દારૂ ની બોટલ નો જથ્થો પોલીસે કબજે કર્યો હતો
અને રૂ.૮૦ હજાર ની કિંમત ની રિક્ષા સાથે આરોપી કેતન કાન્તીભાઇ તાવડીવાલા (ઉ.વ-૨૮ , રહે-લાલવાડી નવા આવાસ અટલ રેસીડેન્સી બ્લોકન-કે/૧૦૭ જી.ડી.શાહ સ્કુલ પાસે જામનગર ) ની ધરપકડ કરી હતી. નાઓએ કાર્યદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂ ના આ કેસ માં અન્ય એક આરોપી મુર્તજા ઉર્ફ લાડુળો રાઠોડ ની પણ સંડોવણી ખુલવા પામતા પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.