Morbi,તા.30
માળિયા હાઈવે પર બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પોલીસને જોઇને કાર ચાલક સહિતના બે ઈસમો નાસી ગયા હતા રેઢી પડેલી કારમાંથી પોલીસે દારૂની ૪૭૦ બોટલનો જથ્થો ઝડપી લઈને દારૂનો જથ્થો અને કાર મળીને ૧૬ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય કચ્છ મોરબી હાઈવે પર અર્જુનનગર ગામના પાટિયા નજીક એન્ડેવર કાર જીજે ૧૨ ડીજી ૯૦૮૧ શંકાસ્પદ લાગતા કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો પોલીસને જોઇને અંધકારનો લાભ લઈને કાર ચાલક અને તેની સાથે રહેલ ઇસમ બંને નાસી ગયા હતા પોલીસે રેઢી પડેલી કારની તલાશી લેતા દારૂની ૪૭૦ બોટલ કીમત રૂ ૬,૦૦,૮૦૦ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો અને કાર કીમત રૂ ૧૦ લાખ સહીત કુલ રૂ ૧૬,૦૦,૮૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે