Rajkot,તા.10
રાજકોટ શહેર જિલ્લાના ચાર બિન હથિયારી પીએસઆઇ સહિત રાજ્યના કુલ 49 પીએસઆઇને પીઆઇનું પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસની પીસીબી શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ એમ જે હુણ અને પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ. બી વી બોરીસાગર સહિત સૌરાષ્ટ્રના 12 મળી કુલ 49 બિન હથિયારી પીએસઆઇને બઢતી આપવામાં આવી છે. રાજ્ય પોલીસ બેડામાં બઢતી અને બદલીની મોસમ પુરબહારમાં ખીલી હોય તેવી રીતે એએસઆઈથી પીએસઆઇ, પીએસઆઇથી પીઆઇ સહિતની બઢતી અને બદલીના ઓર્ડર ધડાધડ જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વધુ એક બઢતીનો લીથો જાહેર કરવામાં આવ્યો છે. બઢતીના આદેશ અંગે જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસની પીસીબી શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ એમ જે હુણ અને પ્રનગર પોલીસ મથકના પીએસઆઇ બી વી બોરીસાગરને પીઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજકોટ ગ્રામ્યના આર.એસ સાકળીયા અને કે.એસ. ગરચરને પણ પીઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ 12 પીએસઆઇ જેમાં ભાવનગરના વી કે મકવાણા, જામનગરના એ કે પટેલ, ગાંધીધામના આર સી રામાનુજ, દ્વારકાના ડી એન વાંઝા, ભાવનગરના બી બી સોલંકી અને જી ડી બારોટ, જૂનાગઢના એમ એન કાતરીયા, ગાંધીધામના બી જી ડાંગર, બી પી આહીર અને એ વી પટેલને બઢતી આપવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસના 15 હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી
રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા 15 હેડ કોસ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી આપી બદલી કરવામાં આવી છે. જેમાં આજીડેમ પોલીસ મથકના ભુપતભાઇ વાસાણી, યુનિવર્સિટી પોલીસના મુકેશભાઈ ચરમટા અને વીરેન્દ્રસિંહ ઝાલા, આજીડેમના લાખાભાઈ કળોતરા, કુવાડવા પોલીસ મથકના હિમરાજસિંહ પરમાર, ડીસીબી પોલીસના સંજયભાઈ દાફડા અને મયુરભાઈ મિયાત્રા, ટ્રાફિક શાખાના અભિજીતસિંહ જાડેજા, એલસીબી ઝોન ટુ ના રાજેશકુમાર મિયાત્રા, પેરોલ ફર્લો સ્કવોડના ધર્મેન્દ્રસિંહ ઝાલા, માલવિયા નગર પોલીસ મથકના શૈલેષભાઈ ખીહડીયા, થોરાળા પોલીસના ધીરજભાઈ પરમાર, ટ્રાફિક શાખાના ધર્મેન્દ્રસિંહ જાડેજા, યુનિવર્સિટી પોલીસ મથકના મનોજ મકવાણા, ટ્રાફિક શાખાના રવિ કુમાર વાઘેલાને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે