Tibet,તા.12
ચીનના કબ્જા હેઠળના તિબેટમાં રાત્રે 2.41 વાગ્યે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 5.6 મપાઈ હતી.ભૂકંપનુ કેન્દ્ર જમીનથી માત્ર 9 કીમીની ઉંડાઈએ હતું. જેના કારણે ભારે આંચકા અનુભવાયા હતા. ભારતના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ આ ભૂકંપની તીવ્રતા નોંધીને પુષ્ટી કરી હતી.ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા અને વ્યાપ એટલો વધારે હતો કે પાડોશી દેશ નેપાળ અને ભુતાનમાં પણ આંચકા અનુભવાયા હતા.
જયારે ભારતમાં ઉતર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય વગેરે જેવા ઉતર-પૂર્વીંય રાજયોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ અનુભવાયો હતો.જોકે અત્યાર સુધી ભૂકંપને કારણે કોઈ જાનમાલનાં નુકશાનના અહેવાલ નથી.