Bhavnagar,તા.02
પહલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં શરૃ થયેલાં ઓપરેશન ઘુસણખોર અંતર્ગત ભાવનગર પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં બાંગ્લાદેશી સહિતના વિદેશી નાગરિકોની તપાસ આદરવામાં આવી છે.પોલીસે ત્રણ દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાંથી ૧૫૦૦થી વધુ નાગરિકોની તપાસની સાથોસાથ જિલ્લાને મળેલી લાંબી જળસીમામાં તપાસ આદરી છે. હાલ ભાવનગર મરિન પોર્ટ પોલીસ દ્વારા દૈનિક પાંચ બોટ તથા ૩૦થી વધુ ખલાસીનું ચેકિંગ થઈ રહ્યું છે. જો કે, પોલીસને અહીંથી પણ કશું જ વાંધાજનક મળ્યું નથી.
ભાવનગર પોર્ટ મરિન પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર , પહલગામ આંતકી હુમલા બાદ રાજ્યના ગૃહ મંત્રાલય તરફથી મળેલાં આદેશ અનુસાર, પોલીસ દ્વારા ભાવનગર જિલ્લાની જળસીમામાં પોલીસ બોટ દ્વારા રાઉન્ડ ધ કલૉક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એલર્ટના પગલે પોર્ટ મરિન પોલીસ દ્વારા દૈનિક પાંચ બોટ અને ૩૦થી વધુ ખલાસીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, તમામા ખલાસી અને બોટ સ્થાનિક હોવાથી પોલીસને આ તપાસમાં કંઈપણ વાંધાજનક મળ્યું ન હોવાનું સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું. જયારે, આજના દિવસ સુધીમાં ભઆવનગર પોલીસે શહેર અને જિલ્લામાંથી અત્યાર સુધીમાં વિદેશી હોવાની શંકાના આધારે ૬૧૭ પુરૃષ, ૮૨ મહિલા અને ૮૫ બાળકોના ડોક્યુમેન્ટસ્નું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. જેમાં પણ પોલીસને વાંધાજનક મળ્યું ન હોવાનું પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી આ તપાસ યથાવત રહેશે.