Ahmedabad ,તા.૭
અમદાવાદ શહેરના શિલજ વિસ્તાર નજીક કલ્હાર બંગલોમાં રહેતા વેપારી સાથે ૫ ઉદ્યોગપતિઓએ ૪ કરોડથી વધુની છેતરપિંડી કર્યાનું સામે આવતા ચકચાર ંમચી જવા પામી છે.
અમદાવાદના શિલજમાં રહેતા વેપારી પ્લાસ્ટિકની તાડપત્રીનો વ્યવસાય કરે છે. ૯ નવ વર્ષ અગાઉ તેલંગણા અને કર્ણાટકના વેપારીઓએ ફોન વડે સંપર્ક કરી તાડપત્રીનો ઓર્ડર લીધો હતો. બાદમાં વિશ્વાસ જીતવા માટે થોડા વર્ષો માટે પૈસા ચૂકવ્યા હતા. જોકે, મોટી માત્રામાં તાડપત્રી મળ્યા પછી ઉદ્યોગપતિઓએ પૈસા ચૂકવ્યા ન હતા રૂપિયા ૪.૪૯ કરોડની ઠગાઈ કરી હતી.
વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન, રાજેશ સિંહે ઋષભ ભાઈને ફોન કરીને પોતાને તેલંગાણા રાજ્યની મેસર્સ આઇકોન એસોસિએટ્સ કંપનીના ભાગીદાર તરીકે ઓળખાવ્યા હતા અને પ્લાસ્ટિક તાડપત્રી ખરીદવાની વાત કરી હતી. ઉદ્યોગપતિએ કહ્યું કે તેમની પાસે વિવિધ રાજ્યોમાં પાંચ કંપનીઓ છે. આ પછી ઋષભ ભાઈ અને રાજેશ સિંહ વચ્ચે ધંધો શરૂ થયો હતો. રાજેશ સિંહે ૨૦૧૭ સુધી ખરીદેલા તમામ માલસામાન માટે સમયસર ચૂકવણી કરી હતી. મે, ૨૦૧૮થી કુલ ૪.૪૯ કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો હતો. પરંતુ અહીંથી વેપારીની સાથે છેતરપિંડી કરવાની શરૂઆત થઈ.
વેપારી જ્યારે પણ રાજેશ ભાઈ પાસે પૈસા માંગતા, ત્યારે તેઓ દરરોજ જુદા જુદા બહાના બનાવતા. આ રીતે, રાજેશ ભાઈએ વર્ષ ૨૦૨૩ સુધી પૈસા ચૂકવ્યા ન હતા અને ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. જ્યારે રાજેશ ભાઈએ તપાસ કરી, ત્યારે તેમને જાણવા મળ્યું કે ઋષભ ભાઈ, પ્રવીણ કુમાર અને અન્ય ૫ લોકો જુદી જુદી કંપનીઓમાં ભાગીદાર હતા. તેમની સામે પશ્ચિમ બંગાળ અને અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.