રૂપિયા વસુલી લીધા પછી વધુ ૩૦ હજાર રૂપિયાની માંગણી કરનારા ૫ સામે માણાવદર પોલીસમાં ફરિયાદ
Junagadh તા. ૭
પોરબંદરના ગેરેજ ગામના યુવકે ઉછીના લીધેલ રૂ. ૧ લાખ વસૂલવા ૫ શખ્સોએ અપહરહ કરી, માર મારી ધમકી આપી, રૂપિયા વસુલી લીધા પછી વધુ ૩૦ હજાર રૂપિયાની માંગણી કરનારા ૫ સામે માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધાતા, પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.
પોરબંદર તાલુકાના ગરેજ ગામે રહેતા ખીમાભાઇ કાનાભાઇ રાઠોડ (ઉ.વ.૩૯) એ ત્રણેક વર્ષ પહેલા હંટરપુરના વિનોદ મોઢા પાસેથી રૂ.૧,૦૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલ હોય, જે રૂપીયાની સુભાષભાઈ (રહે.મીત), ભીમાભાઇ સોનાના દાંત વાળા, વિનોદ મોઢા (રહે.હંટરપુર), પ્રતાપ ટીંબા (રહે.બગસરા) તથા ભાવેશ નામનો માણસ (અર્ટીગા ડ્રાઇવર) ઉધરાણી કરી તેમજ ખીમાભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી, ખીમાભાઇનુ સફેદ કલરની અર્ટીગા કારમાં નાનડીયા ગામથી અપહરણ કરી, સીતાણા તથા ભાથરોટ લઇ જઇ ઢીકાપાટુથી તથા પટાથી માર મારી, ત્યાં પણ જાનથી મારી નાખવાની ધમકી આપી, બગસરા ગામે લઇ જઇ ફરીયાદી પાસેથી રૂ. ૯૦,૦૦૦ સુભાષભાઈના ખાતામાં ટ્રાન્ફર કરાવી, તેમજ રૂ. ૧૫૦૦૦/- બાંટવા અમીત પાન એ મુકાવી, તેમજ રૂ.૩૦૦૦૦ ની માંગણી કરી એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા અંગેની ખીમાભાઇ કાનાભાઇ રાઠોડ એ માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુભાષભાઈ, ભીમાભાઇ સોનાના દાંત વાળા, વિનોદ મોઢા, પ્રતાપ ટીંબા તથા ભાવેશ નામનો માણસ (અર્ટીગા ડ્રાઇવર) સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.