New Delhi,તા.11
આયરલેન્ડમાં રમાઈ રહેલી ડૉમેસ્ટિક ટી20 ટૂર્નામેન્ટમાં એક ઓલરાઉન્ડર ખેલાડીઓ સતત પાંચ બોલમાં પાંચ વિકેટ ઝડપી છે. આયરલેન્ડ ક્રિકેટ ટીમના સીનિયર ઓલરાઉન્ડર કર્ટિસ કૈમ્ફરે બેટિંગમાં 24 બોલમાં 44 બનાવ્યા હતા, જોકે ત્યારબાદ તેણે બોલિંગ પણ કમાલ કરી દેખાડી સતત પાંચ વિકેટ ઝડપતાં ઈતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની છે. કૈમ્ફર મુન્સ્ટર રેડ્સ ટીમ તરફથી રમી રહ્યો છે.રેડ્સ અને નોર્થ-વેસ્ટ વોરિયર્સ વચ્ચે ગુરુવારે (10 જુલાઈ) ટી20 મેચ રમાઈ હતી, જેમાં રેડ્સની ટીમે પ્રથમ બેટિંગ કરી સાત વિકેટે 188 રન બનાવ્યા હતા. મેચમાં કૈમ્ફરના 24 બોલમાં 44 રન અને બોલિંગમાં પાંચ વિકેટ લેતા રેડ્સને ભવ્ય જીત થઈ હતી. નોર્થ-વેસ્ટ ટીમની શરૂઆત નબળી રહી હતી અને ટીમે 11 ઓવર સુધીમાં પાંચ વિકેટ ખોઈ દીધા હતા. જોકે કોઈપણ પણ વિચાર્યું નહીં હોય કે, પછીની પાંચ બોલમાં ટીમ ઓલઆઉટ થઈ જશે. આ કારનામું કૈમ્ફરે કરી બતાવ્યું છે અને તેણે પાંચ બોલમાં પાંચ વિકેટ ઝડપી નોર્થ-વેસ્ટ ટીમને ઓલઆઉટ કરી દીધી હતી.કૈમ્ફર પ્રથમ ઓવરમાં આઠ ન આપી બેઠો હતો અને બીજી ઓવરમાં ત્રીજા બોલ પર સિક્સ આપી બેઠો. ત્યારબાદ તેની બોલિંગના જાદુ ચાલ્યો અને વિકેટ ઉપર વિકેટ લેવાનું શરૂ કર્યું હતું. તેણે બીજી ઓવરના છેલ્લા બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. પછી તેણે ત્રીજી ઓવરમાં પ્રથમ બોલમાં એન્ડી મૈક્બ્રાઈનને આઉટ કરતા તેના નામે હેડ્રિંગ નોંધાઈ ગઈ હતી. તેની બોલિંગમાં પાછો જાદુ જોવા મળ્યો અને બીજા બોલે પણ વિકેટ ઝડપી. આ રીતે તેને ડબલ હેડ્રિગ ઝડપી હતી. ક્રિકેટમાં સતત ચાર બોલમાં ચાર વિકેટે લેવાની ઘટનાને ડબલ હેડ્રિક કહેવામાં આવે છે. એટલું જ નહીં તેણે ત્રીજા બોલમાં જોશ વિલ્સનને આઉટ કરી સતત પાંચ બોલમાં પાંચ વિકેટ ઝડપી હતી.