Junagadh, તા.15
સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ અનાથ બાળકો માટેની સંસ્થા) ખાતે ગઇકાલે 14ના રોજ રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી દાતા જયસુખભાઇ મહેતાના અનુદાનથી સંસ્થામાં 50 કિલોનું પાવર સોલાર લગાડવામાં આવેલ જેનં રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના પૂ. ભાઇશ્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ હતું. જેથી સંસ્થાને વિઝ ભારણ ઘણો જ ઓછો થઇ જશે.
આ તકે રાજસૌભાગ સત્સંગ મંડળના વિક્રમભાઇ શાહ પણ ખાસ ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સાથે રાજસૌભાગ સત્સંગ મંડળ અને દાતા જયસુખભાઇ મહેતા અને તેમના સમગ્ર પરિવારનો સંસ્થાના દિવ્યાંગ બાળકો અને સંચાલકોએ આભાર વ્યકત કરેલ હતો.