New Delhi,તા.25
પેમેન્ટ, યુપીઆઈ અને ઈ-રૂપિયા જેવી નવીનતાઓ છતાં, ભારતમાં રોકડનું આકર્ષણ અકબંધ છે. સરકાર અને આરબીઆઈ કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ તાજેતરના આંકડા દર્શાવે છે કે નોટો હજુ પણ બજારમાં માભો ધરાવે છે.
ખાસ કરીને 500 રૂપિયાની નોટ. દેશમાં હાલમાં 38.17 લાખ કરોડ રૂપિયાની ચલણ ચલણમાં છે, જેમાં 37.78 લાખ કરોડ રૂપિયાની બેંક નોટો, 38,146 કરોડ રૂપિયાના સિકકા અને લગભગ 1346 કરોડ રૂપિયાની ઈ-રૂપીનો સમાવેશ થાય છે.
હાલમાં 500 રૂપિયાની 6477.39 કરોડ નોટો ચલણમાં છે. જેની કુલ કિંમત 32.38 લાખ કરોડ રૂપિયા છે. આ દેશની કુલ રોકડના લગભગ 86% છે.