Washington તા.10
ભારત અને અમેરિકા વચ્ચે હજુ કોઈ આખરી સમજૂતી થઈ નથી તે વચ્ચે હવે ટ્રમ્પે નવો મોરચો ખોલ્યો છે અને અમેરીકી સંસદમાં રજૂ થયેલા એક ખરડા મૂજબ રશીયા પાસેથી ક્રુડ તેલ ખરીદનારા દેશો પાસેથી અમેરિકા 500% ટેરીફ લાદે તેવી જોગવાઈ છે અને આ પ્રસ્તાવને પ્રમુખ ટ્રમ્પે પણ ટેકો આપ્યો છે.
રશીયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધને સમાપ્ત કરવાનાં નિષ્ફળ ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પે હવે રશીયાના અર્થતંત્ર ઉપર મહત્વપૂર્ણ પ્રહાર કરવા નિર્ણય લીધો છે. અને અમેરીકી સંસદમાં રશીયા એક રજૂ થયો છે જેમાં અગાઉના પ્રતિબંધો સાથે રશીયા પાસેથી ક્રુડ તેલ ખરીદનારા દેશો પર 500% ટેરીફ લાદવાની જોગવાઈ છે.
રશીયાના મુખ્ય તેલ ખરીદનારાઓમાં ચીન અને ભારતનો સમાવેશ થાય છે. પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે આ પ્રસ્તાવને ટેકો આપવાનો મારી પાસે વિકલ્પ છે અને સંસદ પૂરી રીતે મારા એજન્ડા મૂજબ જ કામ કરી રહી છે. અમેરીકાના સેનેટર લીન્ડસે ગ્રેહામ કે જેઓ ટ્રમ્પના નજીકના સાથીદાર પણ છે તેના દ્વારા આ પ્રસ્તાવ મુકાયો છે.