Junagadh તા.12
શ્રાવણીયા જુગારમાં પોલીસની ઠેર ઠેર રેઈડ દરમ્યાન જુનાગઢ લીરબાઈપરા ભેંસાણ (ખારચીયા), બીલખા, ચાંદીગઢ, શેરગઢ, રવની, શાપુર, ભાથરોટ સહિત કુલ બે મહિલા સહિત 53 ઝડપાયા હતા. કુલ 87910ની મતા કબ્જે લઈ ગુનો નોંધેલ છે.
હાલ શ્રાવણ માસમાં ઠેર ઠેર જુગારના અડ્ડા ચાલી રહ્યા છે. રોજબરોજ પોલીસે રેડ કરી જુગારીઓને ઝડપી રહી છે. ગઈકાલે પણ પોલીસે જુનાગઢ સી ડીવીઝનના લીરબાઈપરા, ભેંસાણ, ખારચીયા, બીલખા, ચાંદીગઢ, શેરગઢ, રવની, શાપુર, શીલના ભાથરોટ સહિતના ગામોમાં રેડ કરતા બે મહિલા સહિત કુલ 53 જુગારીઓને રોકડ રૂા.87910 સાથે દબોચી લીધા હતા.