Vichhiya,તા.02
વિછીયા શહેરના ઓરી રોડ રામાપીર મંદિર શીતળાના ઢોરે કારમાંથી રૂપિયા 70000 ની કિંમત અને 54 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી 2.20 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસિ છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામી દેવા એસપી હિમકરસિંહ આપેલી સુચના ને પગલે વિંછીયા પોલીસ મથકના પીઆઇ એસી ડામોર સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે વિછીયા શહેરના ઓરી રોડ પર રામદેવપીર મંદિર આગળ શીતળાના ઢોરે રહેતો જેન્તી ઠાકરશી મકવાણા નામનો શખ્સ જીજે 13 એબી 73 83 નંબરની કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ જાડેજા, પ્રકાશભાઈ ડાંગર અને કોન્સ્ટેબલ અમિતદાન સુરુને મળેલી બાતમીના આધારે પીએસઆઇ કે બી ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી કારમાંથી રૂપિયા 70,000 ની કિંમતની 54 બોટલ વિદેશી દારૂ કબજે સારું મળી આવતા પોલીસે દારૂ અને વાહન મળી 2.20 લાખનો મુદ્દામાં કબજે કર્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો વિછીયા તાલુકાના મોટા માત્રા ગામનો ઈશ્વર ભવાન બાવળીયા અને જયંતિ ઠાકરશી મકવાણા હોવાનું ખુલતા પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે