Philippines તા.1
ફિલીપાઈન્સમાં ગત રાત્રે 10 વાગ્યે 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવતા તબાહી મચી છે. આ ભૂકંપથી 60થી વધુ લોકોના મોત થયાના પ્રાથમીક અહેવાલો છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપના જોરદાર ઝટકાથી અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. સૌથી વધારે અસર બોગો શહેરમાં થઈ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. ભૂકંપને લઈને સુનામીની ચૂંટણી જાહેર કરાઈ છે.
ગઈકાલે રાત્રે ફિલીપાઈન્સની ધરા જોરદાર ધણધણી ઉઠી હતી. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 મેગ્નીટયુડ નોંધાઈ હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે 60થી વધુ લોકોના મોત થયા છે. આ આંકડો વધી શકે છે. સેંકડોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે કેબુ શહેરના તટો પર ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા જેથી અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. ભૂકંપને પગલે ઈમારતોની દીવાલો જમીન દોસ્ત થઈ ગઈ હતી અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
દેશના આપતિ વ્યવસ્થાપન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર બોંગા શહેરથી લગભગ 17 કિલોમીટર દુર હતું. બોંગો મધ્ય ફિલીપાઈન્સના કેબુ પ્રાંતનું એક તટીય શહેર છે. જેની વસ્તી 90 હજાર છે. બોગોમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. એક પહાડી ગામમાં ભૂસ્ખલનથી અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓ બચાવકાર્યમાં ઝડપ લાવવા માટે મજુરોને લઈ જવાની કોશિશ કરી રહ્યા છે. એક આપતિ વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવવું-જવું મુશ્કેલ બન્યુ છે. કેટલાક બચેલા-ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
ભૂકંપમાં બાંગોના દક્ષિણમાં આવેલ સેન રેમિગિયો શહેરમાં ત્રણ તટરક્ષક કર્મીઓ, એક ફાયરકર્મી અને એક બાળક સહિત 6 લોકોના મોત થયા છે. શહેરના ડેપ્યુટી મેયર અલ્ફી રેન્સે ડીઝેડએમએમ રેડિયો નેટવર્કને આ જાણકારી આપી છે. પરંતુ પીડિતોના મોતના કારણની વિગતના બારામાં કંઈ નથી જણાવ્યું. રેમ્સે જણાવ્યું હતું કે ભૂકંપથી સેન રેમિગિયોની જલ વ્યવસ્થાને નુકશાન પહોંચ્યું છે. તેમણે ભોજન અને પાણીની અપીલ કરે છે.
બોગોના એક ફાયરકર્મીએ જણાવ્યું હતું કે ભૂકંપ એટલો તો જોરદાર હતો કે ઘરોની કોંક્રિટની દીવાલો અને ડામરના માર્ગો ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. ફાયરકર્મી કેનેટે કહ્યું હતું કે અમે બેરેકમાં આરામ કરવા ગયા હતા ત્યારે જમીન હલવા લાગી હતી. અમે બહારની તરફ ભાગ્યા હતા પણ ભારે ઝટકાના કારણે પડી ગયા હતા. મને અને અન્ય ત્રણ ફાયરકર્મીને ઈજા થઈ હતી.
કેબુના ગવર્નર પામેલા બારિકઆત્રોએ કહ્યું હતું કે બોગો અને પ્રાંતના ઉતરી ભાગમાં બહારના સ્થળોમાં નુકસાનનું અસલી આકલન દિવસ નીકળ્યા બાદ જ થઈ શકશે. દરમિયાન ફિલીપાઈન્સ જવાલામુખી અને ભૂકંપવિજ્ઞાન સંસ્થાને સુનામીની ચેતવણી જાહેર કરી છે.
કેબુ અને આસપાસના સમુદ્રી વિસ્તારોમાં 1 મીટર સુધીની લહેરોની સંભાવના દર્શાવાઈ છે. લોકોને તટીય ક્ષેત્રોથી દુર રહેવાની સૂચના અપાઈ છે.