Birmingham, તા.5
મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે શુક્રવારે ઈંગ્લેન્ડને મોટા સ્કોર સુધી પહોંચતા રોકી દીધું હતું. જેમી સ્મિથ (અણનમ 184) એ પોતાની કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ રમી. તેમણે હેરી બ્રુક (158) સાથે છઠ્ઠી વિકેટ માટે 303 રનની ભાગીદારી પણ કરી. આમ છતાં, ઈંગ્લેન્ડની ટીમ ભારતથી 180 રનથી પાછળ રહી ગઈ.
આકાશે બુકને આઉટ કરીને આ ભાગીદારી તોડી. ભારતે 20 રનની અંદર છેલ્લી પાંચ વિકેટ લીધી. સિરાજે કાર્સ, ટંગ અને બશીરને પણ સ્કોર કરવા દીધો નહીં. આકાશે વોક્સ (5) ને પેવેલિયન મોકલ્યો. ઇંગ્લેન્ડ ફક્ત 407 રન જ બનાવી શક્યું. સિરાજે છ વિકેટ અને અકદીપે ચાર વિકેટ લીધી.
જવાબમાં, ભારતે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં બીજા દાવમાં એક વિકેટના નુકસાન પર 64 રન બનાવી લીધા હતા. તેની કુલ લીડ 244 રન થઈ ગઈ છે. રાહુલ 28 રન અને નાયર 7 રન સાથે રમી રહ્યા હતા. યશસ્વી 28 રન બનાવ્યા.
બે બોલમાં બે વિકેટ: ઇંગ્લેન્ડે દિવસની શરૂઆત ત્રણ વિકેટે 77 રનથી કરી હતી. સવારના સત્રની બીજી ઓવરમાં સિરાજે રૂટ (22) અને સ્ટોક્સ (0) ને પાછળ કેચ આઉટ કરાવ્યા ત્યારે તેઓએ વધુ બે વિકેટ ગુમાવી દીધી.
રુટ ઋષભ પંતના હાથે પાછળ કેચ આઉટ થયો. પહેલા જ બોલ પર વધતા બોલથી સ્ટોક્સ આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ તેના ગ્લોવ્સમાંથી ઉછળીને પંતના હાથમાં ગયો.
84 રનમાં 5 વિકેટ : ઈંગ્લેન્ડની 84 રનમાં 5 વિકેટ પડી ગઈ. ત્યારબાદ સ્મિથ અને બુકે બાજી સંભાળી. સ્મિથે પોતાની કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ્સ દરમિયાન આક્રમક અભિગમ અપનાવ્યો અને ભારતીય બોલરો પર દબાણ બનાવ્યું.
છ ફિલ્ડરો સાથે શોર્ટ બોલ પ્લાન અમલમાં મૂકવા માટે પ્રસિદ્ધ કૃષ્ણાને લાવવામાં આવ્યો. પરંતુ તે નિષ્ફળ ગયો. ભારતે કૃષ્ણા સાથે વિકેટની શોધમાં પોતાની રણનીતિ ચાલુ રાખી, જેની આગામી ઓવરમાં 11 રનનો ખર્ચ થયો.
છ શૂન્ય પર બેનો 150 + સ્કોર
ઇંગ્લેન્ડના છ બેટ્સમેન ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. જ્યારે બે બેટ્સમેનોએ 150 થી વધુ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના ટેસ્ટ ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું હતું. અગાઉ 2010 માં લોર્ડ્સમાં, તેના ચાર બેટ્સમેન પાકિસ્તાન સામે શૂન્ય પર આઉટ થયા હતા જ્યારે બે બેટ્સમેનોએ 150 થી વધુ રન બનાવ્યા હતા.
જેમીએ ઇંગ્લેન્ડ માટે ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારી
જેમી સ્મિથે 80 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે ઇંગ્લેન્ડ માટે સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી સદી છે. તેણે સાથી ખેલાડી હેરી બ્રુકની બરાબરી કરી અને બેન ડીકોટ (88 બોલ, ભારત સામે, રાજકોટ 2023) ને પાછળ છોડી દીધો. હવે તે ફક્ત ગિલ્બર્ટ જેસોપ (76 બોલ) અને જોની બેરસ્ટો (77 બોલ) થી પાછળ છે.
આ તેની કારકિર્દીની બીજી સદી છે અને ભારત સામે તેની પહેલી સદી છે. તેની આ પહેલાની એકમાત્ર સદી ઓગસ્ટ 2024 માં શ્રીલંકા (111) સામે આવી હતી. જેમીનો સ્કોર ઇંગ્લેન્ડના વિકેટકીપર દ્વારા સૌથી વધુ છે.
15 વર્ષ બાદ ઇંગ્લેન્ડની ધરતી પર બની આ ઘટના
એજબેસ્ટન ટેસ્ટ-મેચમાં ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપ અને મોહમ્મદ સિરાજે મળીને ઇંગ્લેન્ડના ટોપ-ઓર્ડરના ત્રણ બેટર્સને ઝીરો પર આઉટ કર્યા હતા. 15 વર્ષ બાદ ઇંગ્લેન્ડને પોતાની ધરતી પર આવી ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામે ઓપનર બેન ડકેટ, ત્રીજા ક્રમે ઓલિ પોપ અને છઠ્ઠા ક્રમે બેન સ્ટોક્સ બેટિંગ માટે આવીને ઝીરો પર આઉટ થયા હતા.
જ્યારે વર્ષ 2010માં લોર્ડ્સ ટેસ્ટ-મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર સામે કેવિન પીટરસન ચોથા ક્રમે, પાંચમા ક્રમે પોલ કોલિંગવુડ અને છઠ્ઠા ક્રમે ઇયોન મોર્ગન ડક થયા હતા.
એક ટેસ્ટ-ઓવરમાં 23 રન આપીનેઅનિચ્છનીય લિસ્ટમાં સામેલ થયો પ્રસિદ્ધ ક્રિષ્ના
ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની સામે ઇંગ્લેન્ડના જેમી સ્મિથે પહેલી ઈનિંગ્સની 32મી ઓવરમાં ચાર ફોર, એક સિક્સ અને એક વાઈડ બોલની મદદથી 23 રન સ્કોરમાં ઉમેર્યા હતા. તેણે ટેસ્ટ-ક્રિકેટમાં ઓલમોસ્ટ 500 બોલ ફેંકનાર બોલરો વચ્ચે સૌથી ખરાબ 5.13ની ઈકોનોમી રેટથી રન આપવાનો રેકોર્ડ પણ કર્યો હતો.
ભારતીય ફાસ્ટ બોલર તરીકે એક ટેસ્ટ-ઓવરમાં સૌથી વધુ રન આ પહેલાં બે બોલર આપી ચૂક્યા છે. વર્ષ 2006માં ભારતીય ફાસ્ટ બોલર મુનાફ પટેલે વેસ્ટ ઇન્ડીઝ સામે અને ઈરફાન પઠાણે પાકિસ્તાન સામે અનુક્રમે પચીસ અને બાવીસ રન આપ્યા હતા. ભારત તરફથી વર્ષ 2006માં સ્પિનર હરભજન સિંહે પાકિસ્તાન સામે એક ટેસ્ટ-ઓવરમાં સૌથી વધુ 27 રન આપ્યા હતા.