Mehsana, તા.8
વિસનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.છ પુરુષોએ 14 વર્ષની બાળકીનું વારાફરતી અપહરણ કરીને દુસ્કર્મ કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં આઘાત અને રોષ ફેલાયો છે. વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાંથી પાંચની ધરપકડ થઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના બે દિવસ પહેલા બની હતી, જેમાં સગીરાનું ત્રણ વખત અપહરણ કરવામાં આવ્યું હતું અને વારાફરતી દુસ્કર્મ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સગીરાને ધમકી આપીને અને બળજબરીથી ચૂપ કરાવીને આ ગુનો કર્યો હતો.
આરોપીઓની ઓળખ પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને અન્ય એક પુરુષ તરીકે થઈ છે. ફરિયાદ મુજબ, પ્રકાશ મોદીએ સગીરાને બે દિવસ સુધી પોતાના ઘરમાં ગોંધી રાખી અને તેના પર દુસ્કર્મ કર્યો.
એવું બહાર આવ્યું છે કે અન્ય આરોપીઓએ પણ વારાફરતી સગીરાનું અપહરણ અને દુસ્કર્મ કર્યો હતો. આ ઘટના ત્રણ દિવસ સુધી ચાલી હતી, જે દરમિયાન સગીરાએ ભયાનક માનસિક અને શારીરિક ત્રાસ સહન કર્યો હતો. આ ગંભીર ગુના અંગે વિસનગર શહેર પોલીસે ફરિયાદ નોંધી છે.