Jamnagar,તા.02
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા છ શખ્સોની પોલીસે અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
જામજોધપુરના વેરાવળ ગામમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા હનીફ ઓસમાણભાઈ સંધિ, ઈસ્માઈલ કાસમભાઇ સંધિ, હનીફ મહંમદ ભાઈ સંધિ, ઈકબાલ જુસબભાઈ સંધિ, નૂરમહમદ ઈસ્માઈલભાઈ સંધિ, અને હાજીભાઈ હાસમભાઈ સંધિની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 10,210 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.