New Delhi,તા.24
લોકસભા ચૂંટણી બાદ પ્રજાને કેટલો આર્થિક ફાયદો થયો તે પ્રશ્ર્ન છે ત્યારે લોકસભા ચૂંટણી બાદ દેશની ટોચની 6 મુખ્ય રાજકીય પાર્ટીઓ ભાજપ, ટીડીપી, સીપીએમ, એલજેપી (રામ વિલાસ), સિકકીમ, ડેમોક્રેટીક ફંડ (એસડીએફ) અને ઓલ ઈન્ડીયા ડેમોક્રેટીક ફંડ (એઆઈયુડીએફ)ના પાર્ટી ફંડમાં વધારો થયો છે.
સાથે સાથે 22 મુખ્ય રાજનીતિક પક્ષો દ્વારા આયોગ પાસે દાખલ ચૂંટણી રિપોર્ટનાં વિશ્લેષણ અનુસાર 2024 ની ચૂંટણીઓનાં સમાપન પર તેમના કલોઝીંગ બેલેન્સમાં કુલ રકમ ચૂંટણીની જાહેરાતનાં તેમના સામુહીક ઓપનીંગ બેલેન્સથી 31 ટકા વધુ હતી. તેમાં કેશ અને બેન્ક બેલેન્સ જમા સામેલ છે.
આ પક્ષો પાસે 2024 માં લોકસભા અને 4 રાજયસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાતનાં દિવસે 11326 કરોડ રૂપિયા પ્રારંભીક બેલેન્સ હતું. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન 7416 કરોડ રૂપિયા એકઠા કરવા અને 3861 કરોડ રૂપિયા ખર્ચ કર્યા બાદ 22 પાર્ટીઓ પાસે ચૂંટણી લડયા બાદ 22 પાર્ટીઓ પાસે ચૂંટણી સમાપ્ત થવાના દિવસે 14848 કરોડ રૂપિયાનું કૂલ સમાપન બેલેન્સ હતું.
કોમનવેલ્થ હ્યુમન રાઈટસ ઈનેશિઓટીવ (સીસીચઆરઆઈ) ના ડાયરેકટર વેંકટેશ નાયકનાં વિશ્લેષણથી જાણવા મળે છે જેમાં પાંચ મુખ્ય પાર્ટીઓ જેમાં પાંચ રાષ્ટ્રીય પાર્ટીઓ, ભાજપ, કોંગ્રેસ, સીપીએમ, આપ અને બીએસપી અને 17 ક્ષેત્રીય પાર્ટીઓ જેમાં તૃણમુલ, કોંગ્રેસ, ડીએમકે, બીઆરએસ ડીએમકે, બીઆરએસ ટીડીપી, વાયએસઆર કોંગ્રેસ, એસપી જેડીયુ સામેલ છે.સ્ટડી મુજબ ભાજપ પ921, 18 કરોડ રૂપિયાનાં ઉચ્ચતમ પ્રારંભીક શેષ અને 1010.2 કરોડ રૂપિયાનાં સમાપન શેષની સાથે ચાર્ટમાં સૌથી ઉપર છે.મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસ પ્રારંભીક શેષના મામલામાં 22 પાર્ટીઓમાં 9માં સ્થાને છે અને સમાપન શેષના મામલામાં 12 માં સ્થાને ખસી છે.અને એઆઈયુડીએફનુ 3.6 લાખ રૂપિયાથી વધુ હતું.સીએમઆરઆઈએ જે 22 પાર્ટીઓનાં ખર્ચને વિવરણ કરેલુ તેમણે કુલ 1595 ઉમેદવારો મેદાનમાં ઉતારેલા હતા.જેમાંથી 480 18 મી લોકસભા માટે ચૂંટાયેલા આ લોકસભાની કુલ સંખ્યાનાં 88 ટકાથી પણ વધુ છે. સ્ટડી અનુસાર 22 પાર્ટીઓને મળેલી કુલ ધન રાશીનાં 84 ટકા ભાજપે મેળવેલા પાર્ટીએ કુલ 1738 કરોડ રૂપિયાનું ખર્ચ જાહેર કરેલુ. જે 22 પાર્ટીઓમાં કુલ અભિયાનનાં ખર્ચનાં 45 ટકા છે.
મીડીયા વિજ્ઞાપનો પર 22 પક્ષો દ્વારા સામુહીક રીતે 892.4 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યાનું પક્ષો દ્વારા કુલ વ્યય 830 કરોડ રૂપિયા હતુ. જયારે પ્રચાર સામગ્રી પર 395.5 કરોડ રૂપિયા અને જાહેર સભાઓના આયોજનો પર 130 કરોડ રૂપિયાનું ખર્ચ કરેલુ.
22 રાજનીતિક દળોએ પોતાના ઉમેદવારોનાં આપરાધીક ઈતિહાસનાં વિજ્ઞાપન પર કુલ મળીને 26.7 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જેમાં ભાજપે સૌથી વધુ 9 કરોડથી વધુ ખર્ચ કર્યા. બસપાએ 5.9 કરોડ રૂપિયા કોંગ્રેસે 3.3 કરોડ રૂપિયા ખર્ચ કરેલા.