Washington,તા.11
ગત વર્ષે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર એક કાર્યક્રમમાં ગોળી ચાલી હતી પણ તેઓ ઝુકી જતા ગોળી તેમને સ્પર્શ કરીને પસાર થઈ ગઈ હતી, ટ્રમ્પે આ મામલે થયેલી તપાસ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે, તે પણ હુમલાના દિવસને યાદ કરીને જણાવ્યુ હતું કે કેવી રીતે તેઓ ઝુકયા હતા અને બચી ગયા હતા. ટ્રમ્પે સ્નાઈપર ડેવીડની પ્રશંસા કરી હતી, જેણે હુમલાખોરને ઠાર કર્યો હતો.
આ મામલામાં યુએસ સિક્રેટ સર્વિસના 6 એજન્ટોને સસ્પેન્ડ કરી નંખાયા છે. ટ્રમ્પે કહ્યું હતું કે સિક્રેટ સર્વિસે કેટલીક ભુલો કરી હતી. ગત વર્ષ 13 જુલાઈએ યેનસિલ્વેનિયાના બટલરમાં એક ચુંટણી રેલીને સંબોધન દરમિયાન ટ્રમ્પ પર હુમલો થયો હતો. એક હુમલાખોરે નજીકની એક ઈમારતમાંથી ટ્રમ્પ પર ગોળી ચલાવી હતી.
ટ્રમ્પે ગોળીબારના એ દિવસને યાદ કરીને કહ્યું હતું કે એ દિવસે સિક્રેટ સર્વિસથી ભુલો થઈ હતી, જે નહોતી થવી જોઈતી, હું ઘાયલ થયો હતો પણ સૌભાગ્યથી હું તરત નીચે ઝુકી ગયો હતો તેથી મારો જીવ બચી ગયો હતો.
ઘટનાની તપાસ બાદ સીક્રેટ સર્વિસે પોતાના 6 કર્મચારીઓને દોષિત જાહેર કર્યા હતા. તેમના પર 10થી42 દિવસનો પગાર કપાત અને ડયુટી પરથી હટાવવાની સજા અપાઈ હતી.