Surendranagar,તા.11
વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાના બનાવમાં મૃત્યુ આંક ૧૬ ઉપર પહોંચ્યો છે. ત્યારે બગોદરા હાઈવે પર ભોગાવો નદી પરના નાના પુલની પણ સ્થિતિ અતિ જર્જરિત છે. તાજેતરમાં જ કોંગ્રેસના એક મહિલા નેતાએ પુલ ઉપરના ખાડાઓ અને ટ્રાફિક સમસ્યાનો એક વિડીયો વાયરલ કર્યોે હતો. તેમ છતાં કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. બીજી તરફ બગોદરા હાઈવે પર નવીનીકરણ થઈ રહેલા પુલનો કામ ખોરંભે ચડયું છે.
પાંચ વર્ષથી વધુ સમયથી હાઈવે પર નવીનીકરણ થઈ રહેલા પુલનું કામ ચાલુ છતાં પુરૂ થતું નથી ઃ સમારાકામ માટે વારંવાર રજૂઆત