Junagadh તા.27
જુનાગઢના પૂર્વ ડે.મેયર ગીરીશભાઈ કોટેચાના જન્મ દિવસ નિમિત્તે રકતદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેગા કેમ્પ સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન ચાલ્યો હતો અને આ કેમ્પમાં ૬૦૦ યુનિટ રક્ત એકત્ર થયું હતું.
જુનાગઢના પૂર્વ ડે.મેયર ગીરીશભાઈ કોટેચાના જન્મ દિવસ નિમિત્તે કોટેચા પરિવાર દ્વારા તેના નિવાસ સ્થાને રકતદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ, અને કોટેચા પરિવારના મોભી ધીરુભાઈ કોટેચા તથા પરિવારના સભ્યો દ્વારા એકત્રિત થયેલ ૬૦૦ યુનિટ રક્ત સિવિલ હોસ્પિટલમાં થેલેસેમીયાના બાળકો માટે અર્પણ કરવામાં આવેલ હતું.
આ તકે તમામ રક્તદાતા તથા મહાનુભાવોનું કોટેચા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તથા રક્ત દાન કરેલ તમામ રક્તદાતાઓનો રૂપિયા અઢી લાખનો એક વર્ષનો એક્સિડન્ટલી વીમો કોટેચા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. તે સાથે રક્તદાતાઓને ધી જૂનાગઢ કોમર્શિયલ કો.ઓપરેટિવ બેંક લી તથા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સન્માન રૂપી ભેટ આપવામાં આવી હતી.