Junagadh,તા.14
જુનાગઢ ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે ગઈકાલે મેંદરડા સામાકાંઠા વાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેડ કરતા વાડી માલીક લવ મહેશભાઈ સોલંકી સહિત કુલ 40ને એક કાર, 23 મોટરસાયકલ, રોકડ-નાલના રૂપિયા સહિત કુલ 19,64,090 સાથે દબોચી લીધા હતા.
જુનાગઢના ડુંગરપુર ગામે રહેતી મહિલા હંસાબેન કાનજીભાઈ ભાલીયાએ બહારથી માણસો બોલાવી પોતાના રહેણાંક મકાને જુગારધામ ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતાં મહિલા સહિત સાતને 37,280 સાથે પકડી લીધા હતા. મેંદરડાના સાત વડલા વિસ્તારમાં જાહેરમાં જુગાર ખેલતા 5ને 5360 સાથે પકડી લીધા હતા.
વંથલીની સીમમાં જાહેરમાં જુગાર રમતા 5 ને 12,950 સાથે દબોચી લીધા હતા. માળીયાના ભંડુરી ગામે જાહેરમાં જુગાર રમતા 8ને 28780ની રોકડ સાથે દબોચી લીધા હતા. કુલ 65 જુગારીઓને 20,48,480ના મુદામાલ સાથે પકડી લીધા હતા.

