ચોટીલા પ્રાંત અધિકારી અચે.ટી.મકવાણા સહિત તેમની ટીમે ગેરકાયદે ખનીજ ચોરી અંગે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ચોટીલા-રાજકોટ હાઈવે તેમજ ચોટીલા-થાન હાઈવે પરથી ગેરકાયદેસર કોરવેશ (તાસ), સાદી રેતી, ફાયર ક્લેનું વહન કરતા ઓવરલોડ અને પાસ પરમીટ વગરના ૭ ડમ્પરો સહિત કુલ રૂા.૨,૮૧,૩૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો. તંત્રની ટીમે ડમ્પરના માલીક (૧) નગાભાઈ રૂપાભાઈ સાંબડ રહે.પીપરાળી (૨) મહેશભાઈ ઠાકરશીભાઈ ડાભી રહે.કરમળ (૩) શિવરાજસિંહ સુરૂભા પરમાર, રહે.થાન (૪) રાજુભાઈ નરશીભાઈ વીંજવાડીયા રહે.ખાખરાળી (૫) રાજદિપભાઈ પટગીર રહે.રાજકોટ (૬) જોગીરાજભાઈ વાળા રહે.રાજકોટ અને (૭) બિનવારસી ડમ્પરવાળા સામે ખનીજ સંપતિના ખનન અને વહન કરવા બદલ કાર્યવાહી હાથધરી છે. જ્યારે બીજી રેઈડમાં થાન તાલુકાના ભડુલા અને રૂપાવટી ગામની સીમમાંથી પણ ગેરકાયદેસર કાર્બોસેલના ત્રણ કુવાઓ પરથી ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું.
Trending
- Junagadh: આપઘાત કરનાર માલધારીનો મૃતદેહ પરિવારે ન સ્વીકાર્યો
- Junagadh:જિલ્લાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં ચાર સંચાલકોની ધરપકડ
- Junagadh:જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવ
- Junagadh: ગૌચરની જમીનમાંથી માટી ઉપાડવા બાબતે હુમલો કર્યો
- Surendranagar: લખતર પંથકમાં એલસીબીએ દારૂ ઝડપી લીધો
- Surendranagar: લીંબડી નજીક બાઇક અને કાર વચ્ચે ટકકર : એકને ઇજા
- Surendranagar: ગીતા જ્ઞાન ઘરઘર સુધી અભિયાનની શરૂઆત
- Surendranagar: લખતરના પરિવારે પાંચ પેઢીથી માટીના કલાવારસાને જીવંત રાખ્યો