Nepal તા.4
નેપાળના ઉતર પૂર્વી વિસ્તારમાં સોમવારે એક મોટું હિમ સ્ખલન થયું હતું જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત નિપજયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટના યાલુંગ રી નામની પહાડી પર સર્જાઈ હતી, જેની ઉંચાઈ 5630 મીટર છે.
અહેવાલો અનુસાર હિમસ્ખલને શિખર બેઝ કેમ્પને પોતાની ઝપટમાં લઈ લીધો હતો. આ દરમ્યાન અનેક વિદેશી પર્વતારોહકો ત્યાં હાજર હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ ચાર લોકો હજુ પણ લાપતા છે, જેની શોધખોળ ચાલુ છે.
અહેવાલો મુજબ મૃતકોમાં ત્રણ અમેરિકી એક કેનેડીયન, એક ઈટાલીયન અને બે નેપાળી નાગરિક સામેલ છે. આ યાલુંગ રી શિખર બાગમતી પ્રાંતના રોલવાલિંગ ખીણમાં આવેલ છે.

