Morbi,તા.19
મોરબી જીલ્લામાં દેશી અને ઈંગ્લીશ દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાના કોંગ્રેસ આગેવાનોએ મહાનગરપાલિકા કચેરી ઘેરાવ સમયે આક્ષેપો કર્યા હતા દરમિયાન ગઈકાલે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક જ દિવસમાં ૭૭ કેસો શોધી કાઢી પોલીસે રૂ ૨.૪૮ લાખનો મુદામાલ કબજે લીધો છે જોકે આવી કામગીરી માત્ર એક દિવસ નહિ સતત ચાલુ રહે તેવી લોકમાંગ ઉઠી રહી છે
મોરબી જીલ્લામાં પ્રોહીબીશન ડ્રાઈવ દરમિયાન પોલીસ ટીમોએ કુલ ૭૭ સ્થળોએ રેડ કરી હતી જેમાં એ ડીવીઝન પોલીસ મથકમાં ૭ કેસ, બી ડીવીઝનમાં ૨૦ કેસ, તાલુકા પોલીસના ૧૭ કેસો, માળિયા પોલીસના ૭ કેસ, વાંકાનેર સીટી પોલીસના ૭, વાંકાનેર તાલુકા પોલીસના ૬, ટંકારાના ૬ અને હળવદ પોલીસના ૭ કેસો મળીને કુલ ૭૭ કેસો શોધી કાઢવામાં આવ્યા છે
એ ડીવીઝન પોલીસ ટીમે ૨૬૮ લીટર દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂની ૨ બોટલ, બી ડીવીઝન પોલીસે ૧૨૪ લીટર દેશી દારૂ અને ૧૩ ઈંગ્લીશ દારૂની બોટલો, તાલુકા પોલીસે ૧૩૦ લીટર દેશી દારૂ, માળિયા પોલીસે ૨૫૨ લીટર દેશી દારૂ અને ૧૨૫ લીટર આથો, વાંકાનેર સીટી પોલીસે ૧૩ લીટર દેશી દારૂ અને વાંકાનેર તાલુકા પોલીસે ૨૦ લીટર દેશી દારૂ અને ૨૦૨૫ લીટર આથો, ટંકારા પોલીસે ૨૩ લીટર દેશી દારૂ અને ૧ દારૂની બોટલ, હળવદ પોલીસે ૬૫ લીટર દેશી દારૂ અને ૨૮૦ લીટર આથો ઝડપી લીધો હતો કુલ ૭૭ કેસો શોધી કાઢી ૯૩૫ લીટર દેશી દારૂ કીમત રૂ ૧,૮૭,૦૦૦ દેશી દારૂ ગાળવાનો આથો ૨૪૩૦ લીટર કીમત રૂ ૫૪,૨૫૦ અને દારૂની ૧૬ બોટલ કીમત રૂ ૮૧૫૦ સહીત કુલ રૂ ૨,૪૮,૪૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે જોકે આવી કામગીરી સતત કરવામાં આવે તે જરૂરી છે એક જ દિવસમાં એટલો દેશી અને ઈંગ્લીશ દારૂ ઝડપાતો હોય તો જીલ્લામાં કેટલો દારૂ વેચાતો હશે તે પણ વિચારવા યોગ્ય પ્રશ્ન છે