Uttar Pradesh તા. 25
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ નજીક કાસગંજથી રાજસ્થાનના ગોગામેડી જતા ગોગાજીના ભક્તોના ટ્રેક્ટરને એક કન્ટેનરને એટલી ભયાનક ટક્કર મારી કે ઘટનાસ્થળે જ 8 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં 43 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બુલંદશહેરના એસએસપી દિનેશ કુમાર સિંહના જણાવ્યાનુસાર ટ્રેક્ટરમાં 50 થી 60 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આ લોકો કાસગંજથી જાહરવીર(ગોગાજી)ના દર્શને ગોગામેડી રાજસ્થાન જઈ રહ્યા હતા.
એ સમયે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. બુલંદશહેર ગ્રામીણ એસ.પી. ડો. તેજવીર સિંહે આ મામલે જાણકારી આપતાં કહ્યું કે ઘટાલ ગામ નજીક એક ટ્રેક્ટર ટ્રોલીને પાછળથી બેફામ આવતી કન્ટેનર ટ્રકે જોરદાર ટક્કર મારી હતી જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.