Gaza,તા.6
ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ ગાઝામાં 22 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ માટે એક વ્યૂહનીતિને અંતિમ રૂપ આપવાના હેતુથી વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની મુલાકાત લીધી હતી.
મળતી માહિતી મુજબ, નેતન્યાહૂએ ગાઝા પટ્ટી પર પૂર્ણ સૈન્ય કબ્જો કરવાનું સમર્થન કર્યું છે. કબ્જે કરવામાં આવેલા પેલેસ્ટાઇન વિસ્તારમાં ભૂખ અને ભયાનક સ્થિતિને સમાપ્ત કરવા યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણ છતા ઈઝરાયલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સમૂહ હમાસ વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થતાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.
ઈઝરાયલ પ્રમુખના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, નેતન્યાહૂએ લગભગ ત્રણ કલાક સુધી એક સીમિત સુરક્ષા ચર્ચા કરી હતી તેમાં સેનાના પ્રમુખ ઈયાલ ઝમીરે ગાઝામાં ઓપરેશન શરૂ રાખવાનો વિકલ્પ રજૂ કર્યો છે.
એક ઈઝરાયલી અધિકારીએ પહેલાં જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝ અને વ્યૂહનૈતિક મામલાના મંત્રી તેમજ વિશ્વાસપાત્ર રાન ડર્મર પણ આ બેઠકમાં સામેલ થશે. આ અઠવાડિયે કેબિનેટમાં રજૂ થતી વ્યૂહનીતિ પર નિર્ણય લેવાશે.
એક ઈઝરાયલી ટીવી ચેનલના અહેવાલ અનુસાર, નેતન્યાહૂ આખા વિસ્તારમાં નિયંત્રણ લાદવા તરફ વધી રહ્યા છે. જેનાથી 2005માં ગાઝાથી દૂર હટવાનો નિર્ણય પણ પલટાવી દેવામાં આવશે. જોકે, તેની સરહદો પર નિયંત્રણ કાયમ રહેશે.