Bhavnagar તા.10
નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે અંદાજે 90 જેટલા ગુજરાતી પ્રવાસીઓ નેપાળમાં ફસાઇ ગયા છે જેમાં 43 પ્રવાસીઓ તો ભાવનગરના નારી ગામના જ હોવાનું જાણવા મળ્યું છે. 15 દિવસ પહેલા નારી ગામથી આ પ્રવાસીઓ ખાનગી બસ બાંધીને નિકળ્યા હતા અને તીર્થ દર્શન અને હળવા ફરવાના સ્થળો જોઇએ નેપાળ ગયા.હતા
જ્યાં એકાએક હિંસા ફાટી નીકળતા તેઓ ત્યાં ફસાયા છે.જોકે આ તમામ પ્રવાસઓ હાલ નેપાળના પોખરા ગેસ્ટહાઉસમાં સુરક્ષિત છે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. 43 પ્રવાસીઓ અટવાઇ ગયા છે.. દરમિયાનમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ આ પ્રવાસીઓના સતત સંપર્કમાં પણ છે તેમજ આજે તેઓને સૂચના મળ્યા બાદ નેપાળથી ભારત આવવા રવાના થશે.
નેપાળમાં હિંસા અને અસ્થિરતાને કારણે પ્રવાસીઓ ફસાયા છે અને અનેક અવરોધો નડી રહ્યાં છે.ત્યારે ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ નેપાળ દેવ દર્શનાર્થે 15 દિવસ અગાઉ ગયેલા પણ છેલ્લાં થોડા દિવસથી ત્યાં હિંસા ફાટી નિકળતા હાલ તુરત તો નેપાળમાં આ ભાવનગરના પ્રવાસીઓ ફસાઇ ગયા છે. જોકે ભાવનગરના આ તમામ પ્રવાસીઓ ગેસ્ટ હાઉસમાં સલામત થવાનું જાણવા મળેલ છે.
આ બનાવ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તાત્કાલિક કેન્દ્ર સરકાર સાથે સંપર્ક સાધ્યો છે. તેમણે ફસાયેલા ગુજરાતી મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. ભારતથી નેપાળ ગયેલા પ્રવાસીઓ જે ત્યાં ફસાયા છે તેઓને હાલ ચિંતા ન કરવા અને જ્યાં હોટલ કે ગેસ્ટ હાઉસ જ્યાં છે ત્યાં રહેવા તેમજ બહાર નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે. કેટલાક યાત્રીકો જે વૃદ્ધ છે તેઓને પાણી, ખાવાપીવા તેમજ દવાની જરૂરિયાતને લીધે પરેશાની ભોગવવી પડી રહી છે.
આ પ્રવાસીઓને શક્ય તેટલી વહેલી તકે પરત લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ નેપાળ ગેસ્ટ હાઉસમાં રહેલા ભાવનગરના પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી.
નેપાળ ભડકે બળ્યુ છે ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ અટકાઈ પડ્યાં છે. આ બધાયને સુરક્ષિત પરત લાવવા ગુજરાત સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે.
નેપાળની રાજધાની કાઠમંડુમાં હિંસા અને અરાજકતોનો માહોલ છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ રાજીનામુ ધરી દીધુ છે. હિંસક સ્થિતીમાં નેપાળમાં અભ્યાસ કરતાં ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાયા છે. સાથે સાથે નેપાળ પ્રવાસે ગયેલાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે હેલ્પ નંબરો જાહેર કર્યાં છે. હાલ ગુજરાતી નાગરિકોને કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક કરવા માટે જાણ કરાઈ છે. નેપાળની રાજકીય અરાજકતાં અને હિંસક સ્થિતી વચ્ચે કેટલાં ગુજરાતીઓ ફસાયા છે તેની સરકાર દ્વારા અધિકૃત જાણકારી આપવામાં આવી નથી.
ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધની ચિંગારી સાથે મંગળવારે બીજા દિવસે પણ નેપાળ સળગતું રહ્યું. પરિસિ્થતિ એટલી વણસી ગઈ કે દેખાવકારોએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટને આગ ચાંપી દીધી. વડા પ્રધાન કેપી શર્મા ઓલીના વ્યક્તિગત નિવાસસ્થાનથી લઈને ઘણા મંત્રીઓ અને નેતાઓના ઘરો અને કાર્યાલયો સુધી તોડફોડ અને આગચંપી થઈ. સરકારે ગુસ્સા સામે ઝૂકવું પડ્યું અને વડા પ્રધાન ઓલીએ રાજીનામું આપ્યું છે.