Aravalli,તા.૨૩
અરવલ્લી જિલ્લામાં વસંતપંચમીના શુભ અવસરે અરવલ્લી ગિરિમાળાની પર્વતપૂજા કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમ શામળાજીના શામળવન વિસ્તારમાં આયોજિત કરાયો હતો, જ્યાં પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવના ભાગરૂપે અનેક લોકો જોડાયા હતા.ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી તથા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ પર્વતપૂજાનું નેતૃત્વ કર્યું હતું. તેમની સાથે મંત્રી પી.સી. બરંડા પણ પૂજામાં ભાગ લીધો હતો.
અરવલ્લી જિલ્લા વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, પ્રકૃતિ પ્રેમીઓ અને આદિવાસી સમુદાયના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.વસંતપંચમીનો દિવસ વસંત ઋતુના આગમન અને પ્રકૃતિના નવીનીકરણનું પ્રતીક છે. આ દિવસે પર્વતપૂજા કરીને અરવલ્લીની ગિરિમાળાને માતા તરીકે વંદન કરવામાં આવ્યું. પર્વતોને જીવંત સ્વરૂપ આપીને તેમના સંરક્ષણ અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ પૂજામાં પરંપરાગત રીતે ફૂલ, અક્ષત, ફળો અને દીવા અર્પણ કરાયા હતા. પર્વતોના સંરક્ષણ માટે સૌંદર્યલક્ષી વૃક્ષારોપણ અને જાગૃતિના પ્રતિજ્ઞા લેવામાં આવી.
આ કાર્યક્રમ દ્વારા અરવલ્લી પર્વતમાળાના જૈવવિવિધતા અને પર્યાવરણીય મહત્વને રક્ષણ આપવાનો સંદેશ આપવામાં આવ્યો. અરવલ્લી ગિરિમાળા ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્યનું મુખ્ય આધાર છે, જે જળસ્ત્રોતો, જંગલો અને વન્યજીવોનું ઘર છે.અનેક લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીને મજબૂત કરી.
અરવલ્લી જિલ્લામાં વસંતપંચમીના શુભ અવસરે અરવલ્લી ગિરિમાળા ની પર્વતપૂજા કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમ શામળાજીના શામળવન વિસ્તારમાં આયોજિત કરાયો હતો

