Maharastra,તા.28
મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું છે.સૂત્રો દ્વારા પ્રાથમિક તપાસ પરથી દાવો કરવામાં આવ્યો છે કે ધુમ્મસને કારણે પાઇલટને એરસ્ટ્રીપ જ દેખાઈ નહોતી જેના કારણે વિમાન રન-વે પર લેન્ડ ન થઈ શક્યું. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી અને લેન્ડિંગ સમયે જ પાઇલટ થાપ ગયાનો દાવો કરાયો છે.

