Prayagraj, તા.28
પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને 23 જાન્યુઆરી-2025માં પ્રયાગરાજ મહાકુંભમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવાયા હતા, તેમને કિન્નર અખાડાએ બહાર કરી નાખ્યા છે. તેની પુષ્ટિ અખાડાની પ્રમુખ ડો. લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ વીડિયો જાહેર કરીને કહી છે.
તેમણે જણાવ્યું હતું કે અખાડાના પદાધિકારીની બેઠક કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મમતા કુલકર્ણી સાથે અખાડાનો કોઇ સંબંધ નથી. અમારા અખાડામાં મહિલા પણ છે, પુરુષ પણ છે અને કિન્નર પણ છે. અમે કોઇ પ્રકારનો વિવાદ નથી ઇચ્છતા.
ઉલ્લેખનીય છે કે રવિવારે 25મી જાન્યુઆરીએ મમતા કુલકર્ણી (યામાઇ મમતાનંદગિરિ)એ અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પર કહ્યું હતું કે 10માંથી 9 મહા મંડલેશ્વર અને તથાકથિત શંકરાચાર્ય ખોટા છે અને તેમને શૂન્ય જ્ઞાન છે. તેણે અવિમુક્તેશ્વરાનંદને લઇને સવાલ પણ પૂછ્યા હતા કે તેમને શંકરાચાર્ય તરીકે કોણે નિયુક્ત કર્યા.

