New Delhi તા.29
રિલાયન્સ સમૂહના ચેરમેન અનિલ અંબાણીની કંપનીઓ સામે ચાલી રહેલી મની લોન્ડ્રીંગની તપાસ અંતર્ગત ઈડીએ 1800 કરોડ રૂપિયાથી વધુ નવી સંપતિ જપ્ત કરી છે. આ તાજેતરની કાર્યવાહી સાથે મામલામાં સંધીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાની સંપતિ એટેચ કરી છે.
ઈડીએ બુધવારે જણાવ્યું હતું કે તેણે આ સંબંધમાં મનીલોન્ડ્રીંગ રોકથામ જોગવાઈ અંતર્ગત ચાર અલગ-અલગ વચગાળાના આદેશ જાહેર કર્યા છે. જણાવાયા મુજબ જપ્ત કરાયેલી સંપતિઓમાં બેન્કમાં જમા રકમ, સૂચિબદ્ધ વિનાના રોકાણો અને કેટલીક અચલ સંપતિઓ છે.
આ કાર્યવાહી રિલાયન્સ હોમ ફાયનાન્સ લિમિટેડ, રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ યસ બેન્ક અને રિલાયન્સ કોમ્યુનીકેશન લિમિટેડ સાથે સંકળાયેલ કથિત છેતરપીંડીના મામલામાં કરવામાં આવી છે.
નવા એટેચમેન્ટમાં બીએસઈએસ યમુના પાવર, રાજધાની પાવર અને મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરની શેર ધારિત સામેલ છે. જણાવ્યા મુજબ બેન્કમાં જમા 148 કરોડ રૂપિયા અને 143 કરોડ રૂપિયાને અસ્થાયી રીતે જપ્ત કરાયા છે.
આ રકમ વેલ્યુ કોર્પ ફાયનાન્સ એન્ડ સિકયોરિટી લિમિટેડ પાસે હતી. કંપનીના વરિષ્ઠ અધિકારી અંગરાઈ સેથુરમના નામે એક આવાસીય ઘર અને એક વરિષ્ઠ કર્મચારી પુનીત ગર્ગના શેર અને મ્યુચ્યુઅલ ફંડ પણ જપ્ત કરાયા છે. આ મામલામાં અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓએ અગાઉ કોઈપણ ખોટું કામ કર્યાનો ઈન્કાર કર્યો છે.

